હાર્યો તું બાજી એ યાદ છોડી દે,
બતાવ જીતીને ફરિયાદ છોડી દે
મનને મનાવીશ નહિ -
દિલાસા આપવાનું છોડી દે
ઢીલ રહી હશે ક્યાંક, બહાના છોડી દે
હોઈએ છે ખુદ જ,
ખુદની મંઝીલના ઘડવૈયા,
હ્રદય નબળું પાડી દે એવા શ્વાસ છોડી દે
કર્તવ્ય આપણું મા-બાપના જીવનને ધન્ય બનાંવાનું
કહે જીતીશ જ બાકી સઘળા વિચાર છોડી દે ...
થકવી દે દિવસ-રાત્રિને
બદલ ઝાકળનું નામ -
બસ ! મંઝીલ નજીક છે વિરામ છોડી દે ..
હતાશા બે ઘડીની મહેમાન છે મન પરની,
ફેલાવી દે પાંખ ..ઉડવાનું આકાશ પર છોડી દે .....
@mit