બની જવાયું..! (ગઝલ જેવું)
લેખક તો ક્યાં હતો જ એ તો એમજ બનાઈ ગયું;
સારી સારી કમેન્ટ વાંચી વાંચી એમજ લખાઈ ગયું.
હતો તો મસ્ત મજાનો મોટો એક કારીગર કામનો;
કવિતાઓ અને વાર્તાઓ લખી નકામો થવાઈ ગયું.
હાથ માં તો રહેતાં પાનાં અને હથોડી જ હંમેશા;
કલમ હાથમાં આવી અને એ બધું જ ભૂલાઈ ગયું
આ સવાલ જ છે બેન્ક લોન અને ખોટા ખર્ચા નો;
બાકી કાવ્યો અને વાર્તાઓ લખીને પેટ ભરાઈ ગયું
હંમેશા આવાં ખોટા ગપ્પાં જ ના મારીએ "આર્યમ્"
એ તો માતૃભારતી મળ્યું ને ગઝલ જેવું રચાઈ ગયું.
ભાવેશ પરમાર. "આર્યમ્" આભાર.