Gujarati Quote in Poem by Ashok Vavadiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના  મંજિલ  કોઈ  સંગી  ના સફરમાં,
રહે   છે   તોય  અફવાઓ  ખબરમાં.

જગતને જીતવા નિકળ્યા હતાં એજ,
સૂતાં   છે   સોડ   તાણીને   કબરમાં.

સતત   જીવંત   લાગે   ગામ   નાનું,
સતત  હાંફે  છે  સૌ  મોટા  નગરમાં.

કદી    મળશે   મજલનો  હાશકારો.!
તૃષ્ણા ખર્ચાઇ ગઇ સઘળી  ડગરમાં.

નવું લખવા  ન  દે  મન  કર્મનો  બંધ,
કલમ ચાલે છે સ્વાભાવિક  બહરમાં.

-અશોક વાવડીયા

છંદ= હજઝ બહર નો ૧૯ માત્રા
ગુજરાતી શબ્દો
લગાગાગા લગાગાગા લગાગા
અરબી શબ્દો
મફાઈલુન મફાઈલુન ફઊલુન

Gujarati Poem by Ashok Vavadiya : 111235350
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now