Gujarati Quote in Thought by ધબકાર...

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભૂલ... જિંદગીનું એક અસ્વીકાર્ય પાસું...

હા ભૂલ ક્યારેય કોઈની સ્વીકાર્ય હોઈજ ના શકે. ભૂલ નાની-મોટી, ખરાબ-અતિ ખરાબ ગમે તેવી હોય પણ એ થતાની સાથેજ સજા થવાની નક્કી જ હોય છે.

તમે કોઈની જીંદગીમાં શું હોવ અને શું થઈ જાઓ એવું જ કરી નાખે આ ભૂલ. ભલે તમે કેટલીએ વાર કોઈને સાથ આપ્યો હોય પણ એક ભૂલમાં આ બધુંજ વામણું સાબિત થઈ જાય અને રહી જાય માત્ર યાદો.

પેલી વ્યક્તિને પણ ખબર હોયજ કે આ આવો તો ના હોઈ શકે.!! આવું એ ના કરી શકે.!! નક્કી કોઈક કારણ હશે છતાં ભૂલ થવાના સંજોગો, ઈગો, પોતાનું સ્નેહી આવું તો કેમ કરી શકે એવી ભાવના, આ બધુંજ ભેગું થાય એટલે થઈ જાય સંબંધનો અંત.

અરે બધાજ હારી જાય એક, બીજો, સંબંધ બધાજ હારી જાય. આ બધુંજ મગજમાં આવતા એક વાત મનમાં આવી જાય કે ભૂલ ક્યારેય કોઈથી ભૂલથી પણ ના થવી જોઈએ.

બધાજ જાણે છે કે કોઈજ પૂર્ણ પુરુષોત્તમ નથી. છતાં બધામાં પૂર્ણતા શોધવી છે. બધામાં કોઈને કોઈ કમી છે પણ શું થાય આ ભાગ દોડ કરતી દુનિયામાં મારે પણ ભાગવું છે અને એવા ભાગવું છે કે જે પડી ગયો એ પડી ગયો મારે તો એની સાથે રહેવું છે જે તરી ગયો. સંબંધ ફરી બંધાશે, ફરી કોઈક આગળ નવું મળી જશે અને ફરી નવી આશાઓ જાગશે. પાછું વળી ત્યાં કેમ જોવું જ્યાં એક નિષ્ફળ વ્યક્તિત્વ પોતે પણ ઊભું રહી શકે એવી સ્થિતિમાં હોય. તેની સાથે આપણો ટાઈમ બગાડી શું કામ જિંદગીને આગળ વધતા રોકવી.

અરે હા મને યાદ આવ્યું...

મેં પણ ભૂલો કરી છે જિંદગીમાં થોડી નાની, થોડી મોટી, થોડી બહુ મોટી જે માફીને લાયક પણ ના હોય. શું કરું થઈ જાય છે અને સજા પણ મળી જાય છે. મારા પોતાના નારાજ પણ થાય, ક્યારેક સાથ છોડી જાય છે. ક્યારેક પડું છું. ત્યારે કોઈ હાથ પકડી ઊભો કરવા વાળુ મળી જાય અને ના પણ મળે. ફરી ઊભો થાઉં છું અને પૂર્ણ અને યોગ્ય બનવા પ્રયત્ન કરું છું.

મારા મન, વચન, કર્મથી બહુ બધાને દુખી કર્યા છે. જો શક્ય હોય તો માફ કરજો.

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Thought by ધબકાર... : 111234814
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now