Gujarati Quote in Blog by vd

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વરસો બાદ
જીંદગી ની ઢળતી સાંજે
સંપર્ક વગર નો એક કોલ આવ્યો..

સામે છેડે થી
હેલ્લો નો રણકાર સંભળાયો...

મારે કાને જાણે કોઇ તરડાયેલો
ટહુકો અથડાયો...

કેમ છો કહ્યુ.... ને હુ
ઓળખ મા અટવાયો...

યાદ કરો છો કે નહી, જમ્યા કે?
શુ જમ્યા?
કેટલી સિગારેટ પીઓ છો..?
રાત ના મોડે સુધી જાગો છો..?
સુવાળા સવાલો ની ઝડી વરસી,
ને આતમ અતીત મા ફંગોળાયો..

કાળ કેરા ટાંકણે ટોચાઇ ટોચાઇ ને
નિષ્ઠુરતા ની મૂર્તિ મા ઢળી ગયેલો
હુ જવાબો ના વમળ મા ફસાયો....!
ને જડ હુ જવાબ દેવા પ્રેરાયો..

-હા યાદ કરુ છુ
કોઇ સ્ત્રી રડતી બાળકી ને તેડી
સ્કુલે જઇ રહી હોય તે દ્રશ્ય
અનાયાસે સામે આવી જાય ત્યારે..

-હા યાદ કરુ છુ
કોઇ સ્ત્રી કપાળે મોટો ચાંલ્લો કરી
પગપાળા મંદીર જઈ રહી હોય ત્યારે..

-હા યાદ કરુ છું
કોઇ બાળક તેની માતા નો પાલવ પકડી ઉભી બજાર જીદ્દે ચડ્યુ હોય ત્યારે...

-હા યાદ કરુ છું
શેરી મા પાંચ સાત સ્ત્રીઓ નુ ટોળું
ઓટલે બેસી ગપ્પા મારતુ હોય ત્યારે..

-હા યાદ કરુ છું
કોઇ સ્ત્રી ને ટેલીફોન મા બેબાકળીં બની
વાત કરતી જોઉં છુ ત્યારે...

-હા યાદ કરુ છું
કોઇ સ્ત્રી ને રેડીઓ પર ગીતો સાંભળતી જોઉ છુ ત્યારે ...

-હા યાદ કરુ છુ
રસ્તા પર કોઇ સ્ત્રી સાડી મા સજ્જ ઉતાવળા પગલે ચાલતા ચાલતા જ અંબોડો છોડી ફરી ફરી તેના કેશ ને બાંધી રહી હોય ત્યારે...

-હા યાદ કરુ છું
કોઇ સ્ત્રી પાછું વળી વળી કોઇ ની
સામુ જોઇ રહી હોય ત્યારે...

-હા યાદ કરુ છું
શેરી ના કોઇ ઘર મા થી
ખંજરી સાથે ડોશીઓ ના ગીતો
કાને અથડાય ત્યારે...

-હા યાદ કરુ છું
પુરુષોત્તમ માસ મા
આધેડ સ્ત્રીઓ નુ ટોળું
વહેતી નદી મા સ્નાન કરવા જઈ રહ્યુ હોય ત્યારે...

-હા સિગારેટ પીઉ છુ
કારણ કે મારા રતુમડા હોઠો
વચ્ચે તે ગોઠવાતી ત્યારે ઇર્ષા ની ધુમ્રસેર તારી આંખો મા વર્તાતી..!
એ જોઇ ને હુ પોરહાતો
માટે પીઉ છુ..

આંખો ધૂંધળી થઇ
ચશ્માં ચડાવી સ્ક્રીન પર જોયુ
કોલ disconnected હતો....!

ઉભા થઇ ડેલી બહાર આવ્યો
ચશ્માં ને નાક પર વ્યવસ્થિત ગોઠવતા
થોડે દુર પંજાબી ડ્રેસ મા સજ્જ એકલી અટુલી કોઈ સ્ત્રી ને પોતાના મોબાઈલ પર કંઇક જોતા નિહાળતો રહ્યો
ને ફરી હળવેથી બારણું વાસી
અંદર આવી હુ
આરામ ખુરશી મા ગોઠવાઈ ગયો

છાપું વાંચતા વિચારતો રહ્યો
દ્રષ્ટિ સ્થિર થઇ ને
અવસાન નોંધ પર ગઇ...
નામ તેનુ તે નોંધ મા હતુ..!!
I Called back
પણ નંબર સેવા મા ન હતો..
નિસાસા સાથે પુછાઇ ગયુ
ખુદ ને જ...,

"વીડી" પાય લાગું ન કહ્યું...?

@વીડી

Gujarati Blog by vd : 111234005
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now