આજે ફરીથી એક નવો અનુભવ તમારી સાથે શેર કરૂં છું આશા રાખું છું તમને પસંદ આવશે!!!
એક વખત હું મારા દિકરા સાથે પાર્ક માં ગઈ હતી ત્યા બધા બાળકો રમતા હતા અને થોડોક બાળકો સાઈકલ ચલાવતા હતા અને થોડોક લોકો વોકીંગ કરતા હતા તો થોડા બેસીને વાતો કરતા હતા. એક છોકરી સાઈકલ પર પોતાના નાનકડા ભાઈને પાછળ બેસાડીને સાઈકલ ચલાવતી હતી અને અચાનક એનો ભાઈ સાઈકલ ઉપર થી પડી જાય છે અને બેહોશ થઈ જાય છે અને એ છોકરી એનુ નામ લઈને ઉઠાડે છે અને ત્યાં જ લોકોની ભીડ લાગે છે પણ એમાંથી એક જ સરદારજી પચ્ચીસેક વર્ષના હશે એ આવી ને બાળકને ઉઠાવી ને એના ઘરે મુકી આવ્યા પછી એ પાછાં આવ્યાં ત્યારે મેં એમને પુછીયુ કે એ બાળકને કેવું છે ? એમણે કહ્યું કે હવે સારું છે ત્યારબાદ મેં એમનો આભાર માન્યો અને બાય કહીને જતાં રહ્યાં એમની એ માણસાઈ આજે પણ વખાણવા યોગ્ય છે હજી પણ દુનિયામાં સારા લોકો નું અસ્તિત્વ છે એ જાણીને ખૂબ જ આનંદ અનુભવું છું.