સજ્યા બાગબગીચે સિંગાર, મોસમ આવી વસંતની.
જાણે સૃષ્ટિમાં હો પ્રાણસંચાર, મોસમ આવી વસંતની.

ધાર્યાં રુપ નવલાં વનરાજીએ,રખેને નૂતન હો અવતાર.
આમ્રકુંજે કોકિલ તણો ટહૂકાર, મોસમ આવી વસંતની.

ખગ,મૃગ,પશુઓને હરિયાળી પ્રસન્ન થૈ આપે આવકાર.
મધુકર ગૂંજન કરતા વારંવાર, મોસમ આવી વસંતની.

ભાતભાતના રંગબેરંગી પતંગિયાં ધરીને બેઠા શણગાર.
કુદરત આપી રહી હો ઉપહાર, મોસમ આવી વસંતની.

વૈભવ વન ઉપવન બાગબગીચે શોભા જેની પારાવાર.
પ્રકૃતિ છેડી રહી રાગ બહાર, મોસમ આવી વસંતની.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi : 111231894

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now