Gujarati Quote in Poem by Devang Dave

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડગલા બે ડગલાં માંડી છે જીંદગી
કયાંય ન પહોંચ્યા થોભી છે જીંદગી

આસપાસ માં ફરતું રહે છે બધું
સિનેમાની જેમ તો ફરે છે બધું
આંખોને લાગતું, થાકી છે જીંદગી
હતાં ત્યાં ના ત્યાં થોભી છે જીંદગી!
0.ડગલા બે ડગલાં ..
હાથ મિલાવતાં આગળ વધતાં રહ્યા
ચાની ચૂસકીએ પ્રસંગો ગુંથતા રહ્યાં
વહેવારે જાણ્યું તો, બાંધી છે જીંદગી
દુનિયા છે ગોળ થોભી છે જીંદગી
0 ડગલાં બે ડગલાં ...
રોજ મેળો તો ચોફેર લાગી રહ્યો
ક્યાંક ભિતર ખાલિપો વાગી રહ્યો
મનના મેળવે ઉભી છે જીંદગી
કોઈ ની રાહે વીતી છે જીંદગી
0 ડગલાં બે ડગલાં ...
નથી કોઇ સપનાની વણઝારો બાકી
પુરૂં નથી કશુંય હું અધુરો બાકી
શ્રધ્ધા ના ટેકે રાખી છે જીંદગી
આશા કોઇક તેં ય રાખી છે જીંદગી!
0 ડગલાં બે ડગલાં...
---દેવાંગ દવે

Gujarati Poem by Devang Dave : 111230845
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now