મિત્ર એટલે..
મિત્ર વગર એકલું એકલું Feel..
અને...
મિત્ર જો સાથે હોય તો મંડાય મહેફિલ...
મિત્ર એટલે ફેફસામાં ભરેલો ભરપૂર Oxygen..
મિત્ર એટલે એક એવી વ્યક્તિ જે કોઈ જ કારણ વગર આપણને ગમતી રહે...
ઋતુરાજ વસંતમાં વહેલી સવારે ખીલેલા પુષ્પ પરના ઝાંકળ બિંદુ, તે મિત્ર..
ગ્રીષ્મ ઋતુમાં વૈશાખી વાયરમાં કડવા લીમડાનો મીઠો છાંયડો, તે મિત્ર...
અષાઢી મેઘમાં આકાશે આરંભાયેલા વાદળાં માંથી વરસતો ધોધમાર વરસાદ, તે મિત્ર..
જેની આંખોમાં સદાયે વંચાતી સુખ અને દુઃખની ભાષા તે મિત્ર...
જેના ખભા પરથી અરધી રાતે પણ આપણા ખભા પર ભાર લેવાદેવા નો વ્યવહાર, તે મિત્ર...
વધારે શુ કહી શકીએ.. ?
બસ એટલુંજ કે..
જ્યારે જ્યારે જીવનમાં થોડું પણ કષ્ટ પડયું..
મારો તો એકજ મહામંત્ર..
મિત્રમ્ શરણમ્ ગચ્છામી..???
➖કુમારપાલસિંહ રાણા