મિત્રતાનો સંબંધ એક એવો સંબંધ છે જેના કોઈ દિવસો નથી હોતા કે કોઈ વ્યાખ્યા નથી હોતી.
એક દોસ્ત વગરની આપડી જીંદગી અધૂરી છે, સાંજના સરનામે જ્યાં તમારી વાટ જોવાતી હોય અને જવામાં જો જરાક પણ મોડું થઈ જાય એટલે ફોનમાં મીઠી ગાળ બોલીને ક્યાં છે.....? કેટલી વાર.....? ક્યારે મળે છે....? જો આવી રાહ જોવા વાળો, જે બધા વચ્ચે આપણને પજવતો હોય, આપડી સતત પટ્ટી ઉતારતો હોય.
જેની સાથે આપડે આપડા મનની તમામ મુંઝવણ ખુલ્લા દિલે શેર કરી શકીએ ને એ આપડા દરેક દુઃખ ચોરી જાય એ છે સાચો મિત્ર, જો આવો કોઈ દોસ્ત છે જીંદગીમાં તો સમજો કે સ્વર્ગ અહીંયા જ મળી ગયું.
"સ્નેહનું ઝરણું જેના દિલમાંથી સતત વહે છે તે દોસ્ત છે
મારા તરફથી સૌ મિત્રોને "HAPPY FRIENDSHIP DAY"
- મનીષ ચુડાસમા