મારા મતે તો દોસ્તી એટલે કોઈપણ નાત - જાત, ઉંમર, કે દેખાવને ન જોતા ફક્ત દિલ થી દિલની લાગણીનો એહસાસ કરતો એક સંબંધ. દોસ્ત એટલે જેની સામે કંઈ પણ વિચાર્યા વગર બેજીજક કંઈ પણ કહી શકીએ. આપણાં અવાજ પરથી જાણી લે કે આપણે ખુશ છે દુઃખી. જે સાથે હોય તો બીજા કોઈની જરૂર ના પડે એ દોસ્ત.જેની સાથે વાત કરતા પહેલાં આપણે વિચારવું ના પડે એ દોસ્ત.
મિત્રો, મે જ્યારે માતૃભારતી જોઈન કર્યું ત્યારે હુ ફક્ત વાંચવાના આશયથી જ આવી હતી. પણ પછી મે મારી પહેલાની સ્ટોરીઓ અપલોડ કરી. પછી મને બાઈટ વિશે જાણ્યું તો એમાં પણ ભાગ લેવાનું શરૂ કર્યું. મને એવું હતુ કે સાહિત્યની એપ છે તો અહીં બધાં વાચન અને લેખનના શોખીન લોકો હશે પણ પછી બધાંના વગરકામના મેસેજ આવવા લાગ્યા. પણ એમાંથી એક મેસેજ આવ્યો અને ખબરની કેમ પણ મે રિપ્લાય આપ્યો. અને અહીંથી અમારી મિત્રતાની શરૂઆત થઈ. જ્યારે મે કંટાળીને આ એપ બંધ કરવાનું વિચાર્યું ત્યારે એ મિત્રએ જ મને સમજાવી કે આવું તો બધે થવાનું જ છે. થોડાં ફાલતુ મેસેજના કારણે આપણે આપણાં શોખ કેમ મારીએ.
મારા એ મિત્રના કારણે જ અત્યારે પણ અહીં છું. એની પાસે મારો ફોન નંબર હોવા છતાં પણ એણે એનો દૂરુપયોગ નથી કર્યો. અને મને એ એહસાસ કરાવ્યો કે મારો એના પરનો વિશ્વાસ ખોટો નથી. આજે આ દિવસથી સારો બીજો કયો દિવસ હોય એને ધન્યવાદ કેહવા માટે ! ભલે અત્યારે અમે કોન્ટેક્ટમાં નથી પણ મારા માટે એ હંમેશા મારો એક સારો મિત્ર રેહશે. અને છેલ્લે એના માટે લખેલ કેટલીક પંક્તિઓ અહી રજુ કરું છું.
" નથી કોઈ અપેક્ષાઓ કે નથી કોઈ વહેમમાં છું,
નથી ઈચ્છા તારા સાથની, કે નથી તારા પ્રેમમાં છું,
સ્નેહભીની લાગણીનો આપણો છે સંબંધ,,
જે વહેતો રેહશે અસ્ખલિત, નિરંતર ને અકબંધ...