Gujarati Quote in Blog by Pooja

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ન લોહી ના સંબંધ છતાં
વ્હાલું લાગે તે નામ છે દોસ્ત
  જેની સાથે થાય અઢળક વાતો
   છતાં થાક ન લાગે તે દોસ્ત
  જેની સાથે નાનકડી વાત માં પણ
    હસી શકાય ને જેના ખભે
    માથું ઢાળીને રડી શકાય તે દોસ્ત
    જેની સાથે ઠંડી ચા પણ હુંફાળી લાગે
      ને વધારેલી ખીચડી પણ દાવત લાગે તે દોસ્ત
     જેને અડધી રાતે ઉંધ માંથી ઉઠાડીને
       હૈયું ઠાલવી શકાય તે સ્થાન છે દોસ્ત
      જેની સાથે વિતાવેલો સમય યાદ કરતા
       ચહેરા પર હંમેશાં આવે સ્મિત તે યાદ છે દોસ્ત
      જેની પાસે કોઈ મુખવટા વગર જાત ખુલ્લી કરી
      શકાય છતાં પણ તે સ્વીકારે તે છે દોસ્ત
       વર્ષો વીતી ગયા પછી પણ જેને મળતા
        ખુશ થઈ જાય દિલ એ સુવાસ છે દોસ્ત
          દુર હોવા છતાં પણ ન તુટે એવો
            લાગણી નો તાર છે દોસ્ત
            છે તો બસ અઢી અક્ષર નું નામ પણ
           બેજાન જિંદગી માં જાન પુરે છે દોસ્ત...
Happy Friendship Day
#pooji

Gujarati Blog by Pooja : 111230165
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now