એક એવો ફકીર જાણેકે,
એ જ ઈશ્વર કરીબ જાણેકે.
છે વગર પાંખનું અહીં પંખી,
નભ વિહારી સમીર જાણેકે.
છે છતાં કાંઈ પાસ ના રાખે,
કર્ણ સમ દાનવીર જાણેકે.
અંત એના થકી શરૂઆત,
એક એવી લકીર જાણેકે.
કર્મથી પ્રાપ્ત થાય એ સઘળું,
એ જ સાચું નસીબ જાણેકે.
રે સદા એ પરોપકારી જીવ,
એ હિસાબે રહીમ છે જાણે.
ના સતત માંગવું પ્રભુ પાસે,
એ જ સાચો અમીર છે જાણે.
-અશોક વાવડીયા
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન