ખોવાઈ જવું છે એ હવાઓ માં,
જાદુ ભરી તારી એ આંખો માં.
જ્યાં પ્રેમ વસે છે અખૂટ હૃદય માં,
મારે ધડકન બની ધબકવું છે તેમાં.
હોંઠ જેના પર મારુ જ નામ હોઈ,
લાલી બની પથરાઈ જવું છે તેમાં.
હાથ જે પ્રેમથી મારાપર ફરતા હોઈ,
મહેંદી બની વિખરાઈ જવું છે તેમાં.
મારુ જ નામ એ જિહ્વા લેતી હોઈ,
મીઠો સ્વાદ બની ચોંટી જવું છે તેમાં.
જે 'વર્ષા' વરસવા હંમેશા તૈયાર હોઈ,
સૂકી જમીન બની પથરાઈ જવું છે તેમાં.