જીવતર
વિચાર્યું કે જીવતર ની કહાની લખવી છે,
પણ એમાં શું-શું લખું?
બચપણ નું હાસ્ય,
કે પછી જવાની નો જોશ.
પ્રોઢા વસ્થા નો પ્રેમ કે,
પાકટ વયે જીંદગી જીવ્યા નો વ્હેમ.
નસીબ નો સાથ કે,
પોતાના ઓની લાત.
ગજબનો ઉપસંહાર લખું કે,
કે ટુકડે-ટુકડે કહાની લખું.
નથી ખબર મને કે તેને,
મારી કે લોકો ની જુબાની લખું....
પલક પારેખ (ગાંધીનગર)