#old_post_૨૦૧૮
પ્રેમ... પરાણે ન થાય એ સાંભળ્યું છે પણ અત્યારે સોશ્યલ મીડિયા માં એ પરાણે થઈ રહ્યો છે હું તને પ્રેમ કરું છું એટલે તને I love you કહું એવું નથી પણ મારે બીજા ને દેખાડવું છે કે જોવો મને તમારા કરતાં આ વ્યક્તિ વધુ પ્રિય છે. મારા મતે આમાં પ્રેમ અને પ્રેમી બંને નો અનાદાર છે. સોશ્યલ મીડિયા એ પ્રેમ લાગણી અને લાગણી ના પ્રદર્શન ને મજાક બનાવી રાખી છે જેને લઈ ને ખરેખર કોઈ લાગણી પ્રદર્શિત કરે એની ઉપર પણ શંકાની નજરે જોવાય છે.
સોશ્યલ મીડિયા નો વાંક કાઢી શકું જ નહીં કારણ હું એના થી જીવિત છું. આપણે તો સમજદાર પ્રજાતિ માં આવીએ એટલે સમજ્યા વગર કંઈ ન કરીએ... અને એટલે જ જયાં લાગણી ની ભાષા હોવી જોઈ ત્યાં અહમ ની ભાષા આવી ગઈ છે. ઘણાં ને અનુભવ હશે કે ઇમોજી નો ઉપયોગ જે રીતે થાય છે એ ઇમોજી ની મનમોજી પર પણ દાગ લગાડે છે આ બાબતે પહેલાં પણ લખી ચૂકી છું કે સોશ્યલ મીડિયા એ લોકો ને પારદર્શિતા ની વ્યાખ્યા બદલાવી નાખી છે. ફેસબુક જ્યાં સાચો ચહેરો દેખાતો નથી વ્હોટ એપ નો જવાબ સાચો મળતો નથી. એ સિવાય પણ બધા ખરા અર્થમાં વપરાતાં નથી. ઇમોજી નો ઉપયોગ લાગણી દર્શાવવા નહીં લાગણી છુપાવવા થવા લાગ્યો છે. સાચું બોલવાની હિંમત નથી રહી એટલે જે સાચું બોલે છે એમને સ્વચ્છંદી કહેવામાં આવે છે. પોતે જે નથી કરી શકતાં એ બીજા કરે તો એ બિરદાવવાની જગ્યા એ બીવડાવવા માં આવે છે. (#MMO )
આપણે પ્રેમ તો જાહેર માં નથી કરી શકતાં પણ હવે નફરત પણ આડશ રાખી કરવી પડે છે કારણ મારે સારું થવું છે જો હું ખરાબ દેખાઈશ તો હું એકલી પડી જઈશ આ ડર સાચું કરવા કે કહેવા રોકે છે ન ચાહતાં પણ આપણે એ જમાત માં જઈ રહેવું પડે જ્યાં ઇમોજી નો ઉપયોગ નહીં ઉપભોગ થાય છે . આપણે મનમાં કંઈક અને આચરણ માં અલગ દર્શાવવું પડે છે