Gujarati Quote in Blog by ધબકાર...

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મન.....

સુખ, દુખ, લાગણીઓ, વિચારો, ભાવ બધીજ સુખ-સુવિધા અને દુખ-દુવિધાનું જન્મ સ્થળ.

આપણે real માં છીએ એથી વધુ અનુભવો મન કરાવે છે. બહુ બધું વધારી આપે છે સુખ પણ અને દુખ પણ. ક્યારેક એને કહેવાનું મન થાય કે Oye stop it. પણ આ શું મનને મનથી કહો એ માને..!??

એ જિદ્દી છે કે આપણે એને પાળી પોષીને એવું જિદ્દી બનાવ્યું કે એ control બહાર થઈ ગયું છે.!?

બહું બધાં સવાલો, ઉદ્વેગો, ભાવ હમેશાં એમાં ચાલ્યા કરે છે. એટલેજ આપણે સૂઈ જઈએ ત્યારે પણ એ ગતકડાંમાં વ્યસ્ત રહે છે અને સપના આવે છે. આટલું બધું ઊંઘ્યા પછી પણ થાક હોય છે મુખ્ય કારણ મન.

હું પણ શોધી રહ્યો છું તમે પણ કાંઈક ઉપાય મળે તો કહેજો આ મનને સ્થિર અથવા ધીમું કઈ રીતે કરી શકાય.

ઊંઘ જ પૂરી નથી થતી એના લીધે...???

*****

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111220330
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now