* આશરો * વાર્તા. 14-7-2019
લઘુકથા.
અનિલ ભાઈ શેઠ નાતના આગેવાન હતા. નાતમાં બધા એમને પૂછીને જ કામ કરતા. અનિલ ભાઈ ને મોટો દિકરો અને એક નાની દીકરી હતી. દિકરાના લગ્ન નાતની છોકરી સાથે કરાવ્યા. બે વર્ષ પછી દીકરી આયેશા ને પર નાતના છોકરા સાથે પ્રેમ હતો તો ભાગીને લગ્ન કરી લીધા અને પપ્પા ને પગે લાગવા સજોડે આવી. અનિલ ભાઈ એ એને ઘરમાં બેસવા પણ ના દીધી અને જમાઈ અને આયેશા ને ના બોલવા ના શબ્દો બોલી અપમાનિત કરી ને કાઠી મુક્યા.
પાંચ વર્ષ પછી આયેશા સજોડે શહેરના પ્રખ્યાત મંદિર દર્શન કરવા ગઈ તો બહાર ભિખ માગવાવાળા ની લાઈનમાં મા- બાપ ને જોઈ ચમકી ગઈ તે દોડીને અનિલ ભાઈ ને પગે લાગી અને પુછ્યું પપ્પા તમારી આ હાલાત. અનિલ ભાઈ રડી પડ્યા અને કહ્યું દિકરા પર મુકેલો ભરોસો ભારે પડ્યો એણે બધુ પોતાના નામ પર કરી અમને ઘર બહાર કાઢી મુક્યા. આયેશા એ આગ્રહ કરી એના ઘરે લઈ આવી કે આ તમારુ જ ઘર છે. અનિલ ભાઈ મનમાં પશ્ચાતાપ કરી રહ્યા કે જેને ઠુકરાવી એને ત્યાં જ આશરો લેવો પડ્યો...
ભાવના ભટ્ટ અમદાવાદ...