કરિયાવર
કઠણ રે કરમ કુંવરબાઈ, કરિયાવર ના કજિયા.
તોળાય તુલસીએ ત્રિભુવન, એ હેમ દેવા જાતા.
નથી નરસૈયો હર તાત, કે હરિ લાજ રાખે.
કહે રન્ના કળિયુગ માં, એ કેટલાં મામેરા લાવે?
વંદો વિભુરાયા સુદર્શન ચલાવે,જરા લેણ-દેણ કેરી જગ માં હી જાકારે.
કહે કાન કિરપા કરી, જરા ઓળખાઈ જણાઈ ગઈ
જાકારો જાતે હવે, નથી સહેલી આ લડાઈ