હોય દરિયો એ કદી છલકાય નહી,
ને તળાવોનું કશું કહેવાય નહી.
કેટલો વિશ્વાસ રાખે બેઉ જણ,
ફૂલ, ભમરા પર કદી વહેમાય નહી.
ઝેર જેવું હોય તો હું પી શકું,
સાવ કોરું વ્હાલ પણ સહેવાય નહી.
છો તમે પૂજા કરો શિવની પરંતુ,
નાગને કૈ ડોકમાં પહેરાય નહી.
મેઘ તો બારેય ખાંગા છો થતાં,
કોરુ ધાકળ વાદળું સહેવાય નહીં.
જિગર ઠકકર 'ગઝલનાથ'