વાત લાંબી થઇ શકે એમ છે ...
પણ, ટૂંક માં જ કહેવાની ઈચ્છા છે. ..
માની લો કે તમે કોઈ જાહેર સ્થળે ઉભા છો ...
આસપાસ ઘણાં લોકોની અવર જવર થઇ રહી છે ને અમુક એમજ ઊભા છે.
તમે પણ એમાંના એક છો અને બધું આસપાસ જોઈ રહ્યા છો .
અચાનક જ તમારી નજર કોઈ વ્યક્તિ પર પડે છે ને ,
ત્યાં જ અટકી જાય છે ...કારણકે એ વ્યક્તિનાં ચેહેરા પર ખુબ સુંદર સ્માઈલ હોય છે. ..
હવે જોઈએ ...
એ જોઈને પછી આપણા અમુક રીએકશન ....
જો એ જોઈને આપને વિચાર આવે કે ,
આ જગ્યા તે કોઈ સ્માઈલ કરવાની છે. .?
...તો તમે ખડુસ માણસ છો....
જો એ જોઈને આપને વિચાર આવે કે,
આ શું પાગલ થયું છે કે કોઈ ..?
...તો તમે દુઃખી અને ગુસ્સેલ માણસ છો...
જો એ જોઈને આપને વિચાર આવે કે,
કાશ ! હું પણ આમ હસી શકું ...?
...તો તમે હતાશ અને નિરાશ માણસ છો...
જો એ જોઈને આપને વિચાર આવે કે,
ચાલને હું પણ ખોટું તો ખોટું વિચારીને
ફોર્માલિટી માટે હસો છો ...
...તો તમે રોબોટિક માણસ છો...
અને "સંધ્યા" એ જોઈને કોઈ વિચાર વિના
આપોઆપ જ આપના ચહેરા પર સરળ
મુસ્કાન (સ્માઈલ )આવી જાય તો .
માની લેજો કે તમે હજુ જીવતા માણસ છો...