બાહર ચોમાસુ લથબથ,ભીતર ભીંસે ઉનાળો
તારા વિના લાગે સાજન સૂનો ઉરનો માળો
લીલીછમ નીરાંત ઉપર વરસે યાદનો તડકો
એકલતાની બપ્પોરે આ , હોવુ મારુ ભડકો
મળવાના દીધા કોલ તોડી બળતાને શું બાળો...બાહર
આવીશ તું એ અણસારે આંખોમાં વરસે હેલી
ભૂલી ગઈ હું સાનભાન,લોકો કહેતા મને ઘેલી
સૂકાભઠ્ઠ હેયામાં તારુ હોવુ છે ગરમાળો...બાહર
કિરણ 'રોશન'