ત્યારે તને એ મારી વફા યાદ આવશે
છુટથી રડી શકે એ જગા યાદ આવશે
તારી વફા ભૂલી તને કરશે ધૃણા જો કોઈ
આપેલી તે મને શું વ્યથા યાદ આવશે
લીધા વિનાની લોનના હપ્તા ભરીને જો
ગુન્હા વિના મળે શું સજા યાદ આવશે
ખુદને મિટાવી સૌને સુગંધિત એ કરે
અત્તરને જોઈ ફુલની કથા યાદ આવશે
મરવાના કારણો ઘણા જીવવાનું એક
મારી તરફ જો તો એ પ્રથા યાદ આવશે
કિરણ 'રોશન'