પન્નાઓનો સરસરાટ...!
પન્નાઓનો સરસરાટને દિલ દઈને સાંભળવાની ઋતુ ક્યારે આવે છે ?
જયારે તમારા એકાંતને સૂકુનના પુષ્પો ખીલે ત્યારે..!
જયારે તમારા મૌનને કોઈ મંજિલગાહ મળે ત્યારે..!
કિતાબના પન્નાઓના સરસરાટને પણ મધુરું સંગીત હોય છે. એ સંગીતને સાંભળવું એટલે? “સમાધિ..!” “સાહિત્ય-યાત્રાની સમાધિવસ્થા.” પન્નાઓનો સરસરાહટ ભર્યો કોલાહલ આપણને કેફિયત બક્ષે છે.
તમે વાંચેલા પુસ્તકના પન્નાઓનો સરસરાટ તમને સાંભર્યા કરે છે?
એ પુસ્તકને એક ખૂણેથી વાળેલું પન્નું વારંવાર વાંચવા માટે તમને બ્હાવરું બનાવે છે?
તમારા પ્રિય પુસ્તકને વાંચ્યા પછી ઈબાદત થયાનો અહેસાસ થાય છે?
તો તમે સમજી લેશો કે તમારા દિલમાં પુસ્તકોએ એક માળો બાંધ્યો છે. એ માળાના સળેકડાંની સંભાળ લેવાની ચાહત પાંગરે એ સ્વાભાવિક છે.
બે દિવસ પછી ‘વિશ્વ યોગ દિવસ’ આવી રહ્યો છે. ત્યારે.... દીલડામાં થાય કે...
આપણા પ્રિય પુસ્તકના પન્નાઓનો સરસરાટને (બંધ આંખે અને ખુલ્લા કાને સાંભળવાને) વિશ્વ યોગ દિવસમાં સામેલ કરે તો કેવું સારું...!!!
લેખન: નરેન્દ્ર જોષી (૧૯/૦૬/૨૦૧૯)