Gujarati Quote in Blog by Bhavna Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* યોગી * લેખ 28-6-2019

મનને કાબૂમાં રાખી વ્યક્તિત્વને બદલી નાખે અસ્તિત્વને બદલી નાખે એ યોગી છે. ધર્મના જગતમાં અખંડ બનીને સમગ્રતાથી કદમ ભરી શકે એ જ યોગી છે. શોક અને મોહની જાળને જલાવી દેનાર યોગી છે. દુન્યવી બધા બંધનોથી દૂર રહીને પરમાત્માના સાનિધ્યમાં રહે એ યોગી છે. સૃષ્ટિના તમામ જીવાત્મા સાથે મૈત્રીનો ભાવ રાખીને ધર્મશાસ્ત્રો ને જીવનમાં ઉતારે છે એ યોગી છે. કોઈ પણ આત્મા જ્યારે રાગદ્ધેષના બંધનોથી સંપૂર્ણ પણે મુક્ત બને છે એ યોગી છે. સાધનાની સફર ખેડે તે યોગી છે મુક્તિના મીઠા સૂર છેડે તે યોગી છે. યોગી બનવા જરૂર છે સમર્પણની ભાવના કારણ કે સમર્પણ વગર કોઈ સાધના થતી નથી. યોગી બનવા જીવનના તમામ ભોગ અને સુખ સગવડો ત્યજવા પડે છે. જેમના ચરણોમાં બેસીને સમગ્ર જ્ઞાનની ગંગોત્રી ઝીલવા મળે છે એ યોગી છે. જીવનના અધ્યાયને સમજનાર અને સમજાવનાર યોગી છે...

ભાવના ભટ્ટ અમદાવાદ....

Gujarati Blog by Bhavna Bhatt : 111206360
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now