Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વાલીઓ જાગૃત અને નિર્ભીક બનો.. 

          દરેક વાલીને પોતાના બાળકોના ભવિષ્ય અને તેની સલામતીની ચિંતા થાય, એ સ્વાભાવિક છે. રોજ-બરોજ બનતી અવનવી ઘટનાઓ વાલીઓ માટે નવા નવા ટેન્શન પેદા કરે છે. પોતાના વ્યવસાય, ઘરસંસાર, સામાજિક કાર્યો જેવા અનેક ભારણોથી દબાયેલ વાલી, વ્હાલા સંતાનોની સલામતી અને ઉજ્જવળ ભવિષ્ય તો ઝંખે છે. પરંતુ તે માટે જાગૃતતા દાખવવામાં અને જરૂરી સમય ફાળવવામાં તે વામણો પુરવાર થાય છે. આમ ને આમ જિંદગીનું ભારેખમ ગાડું હંકારીએ જાય છે.. જ્યારે તક્ષશિલા જેવી દુર્ઘટના બને ત્યારે સરકારી પ્રસાશન અને શાળા સંચાલકોને કોસવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી..!  દરેક વાલી પોતાના વ્હાલા સંતાનો માટે જે તે શાળા વિશે આટલી માહિતી જરૂર મેળવે.

૧.  શાળામાં સરકારી નિયમોનુસાર ફાયરસેફટીના સાધનો ઉપલબ્ધ છે..? અને હોય તો તેની છેલ્લી ચકાસણી ક્યારે કરવામાં આવી.? 

૨. શાળામાં બાળકોને જનસંખ્યા અનુસાર પીવાલાયક પાણીની વ્યવસ્થા છે.? 

૩. શાળામાં વિજઉપકરણો અને વાયરિંગ ભયજનક તો નથી..? 

૪. શાળામાં પ્રાથમિક સારવાર વિભાગ કે ડૉક્ટરની સુવિધા છે.? 

૫. શાળાનું બાંધકામ સરકારી નિયમોનુસાર થયું છે.? 

૬. શાળામાં બાળકો માટે સરકારી નિયમોનુસાર રમતગમતનું મેદાન તથા રમતના પૂરતા સાધનો છે.? 

૭. શાળાની સ્કૂલબસ કે સ્કૂલવાન માં R.T.O. ના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે છે.? 

૮. શાળામાં F.R.C. દ્વારા નક્કી કરવામાં આવેલ ફીની વિગત નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવામાં આવે છે.? 

૯. શાળામાં સ્કૂલ ફી સિવાય અન્ય કોઈ ફી લેવામાં આવે છે.? 

૧૦. શાળામાં સક્ષમ અને જરૂરી શિક્ષકોનો સ્ટાફ છે.? 

૧૧. શાળામાં ધોરણ - ૯ સુધીના બાળકોના દફતરનું વજન સરકારી નિયમોનુસાર છે..? 

૧૨. શાળામાં એક્સ્ટ્રા વર્ક માટેની બુક્સ કે નોટબુક્સ અથવા અન્ય સાહિત્ય મંગાવવામાં આવે છે.? 

૧૩. શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ શૌચાલયની વ્યવસ્થા છે.? 

૧૪. શાળામાં સ્વચ્છતા જાળવવામાં આવે છે.? 

          આવા અનેક પ્રશ્નો કે જે પોતાના વ્હાલસોયા બાળકોના ભવિષ્ય અને સલામતી સાથે જોડાયેલા છે. જેના માટે  સૌ વાલીઓએ જાગૃત અને નિર્ભીક બની આગળ વધવું પડશે... નહીંતર આવનારી પેઢી આપણને સૌને માફ નહીં કરે.... 

Gujarati Blog by Manish Patel : 111204321
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now