લાગણી.....
ચાંદ જેવું મુખ આપનું જોયું ,
દિલ ની તરસ અધુરી રહી.
જીંદગી ના ઝાઝા રંગ જોયા,
જોત જોતાં વ્યથા સાથે લગાવ થયો દિલ ને,
જીતવાના તો લાખ ઉધામા કર્યા,
હાર ના અમે બંધાણી થઈ ગયાં,
સભા માં આપની હસતાં રહ્યાં,
દિલ આંસુ પચાવી બેઠું હતું,
મંજીલ ચુટકી માં મળી ગઈ,
દિલ ની લાગણી ઓ અંદર દબાતી રહી.
નવાઈ છે આ લફજ ને ,
તેની તરસ હજી સુધી પુરી ન થઈ!
શોધો તો ઘણી કરી અમે,
દિલ પ્રણય લાગણી કાજે તરસતું રહ્યું.
એ લફજ ઘાતકી ઓની વાત જ શું કરવી,
તારા તો પોતાના જ ઘાતકી થયા છે.
પ્રણય સમંદર પાસે છતાં,
લાગણી હીન અમે સાવ કોરા થયાં.
શૈમી ઓઝા "લફ્જ"