દુનિયા માં ભારત જ એક એવો દેશ છે જે યુવાન છે એટલે કે ભારત ની 65 ટકા વસ્તી 16 થી 40 વર્ષ ની છે એટલે કે યુવાન છે... પણ તકલીફ એ છે એટલો યુવાન દેશ હોવા છતાં એટલી યુવાન ની ઉર્જા હજી દેખાતી નથી.. એવી પરિસ્થિતિ છે કે જ્યાં એક તરફ જોઈએ ને તો ભારત નો દુશ્મન પાકિસ્તાન છે એવું લોકો માને છે અને એ હકીકત છે કે નહીં એની મારે વાત નથી કરવી અહીંયા પણ હું એટલું માનું છું કે education અને technology ના આ યુગ માં આપણા યુવાન નો દુશ્મન પાકિસ્તાન ઓછો અને ફાકીસ્તાન , દારૂસ્તાન, ચરસસ્તાન, વગેરે વ્યસન જ વધારે છે... આપણે જ્યારે મહાભારત માં કુરુક્ષેત્ર ની વાત કરી ત્યારે અત્યારે યુવાનો ની સ્થિતિ એ અર્જુન જેવી થઈ ગઈ છે કે જ્યાં તેની પાસે ધનુષ રૂપી જ્ઞાન અને બાણ રૂપી શિક્ષણ છે છતાં એની સામે અધર્મ રૂપી વ્યસન ઉભું જે પણ એ એટલો શશક્ત હોવા છતાં શશક્ત નથી કે તેની સામે સમાજ ને વ્યસન રૂપી અધર્મ ને નાશ કરી સુરક્ષિત રાખી દેશ ના હિત માં વિકાસ કરે... મર્યાદા પુરુષોત્તમ રામ પણ "રઘુકુલ રીત સદા ચલી આયે પ્રાણ જાય પર વચન ના જાય" ને અપનાવી ને વનવાસ ગયા હતા ત્યારે આ સમય માં એનું ઊલટું દેખાય છે કે "યુવાન રીત સદા ચલી આયે પ્રાણ જાયે પર વ્યસન ના જાય" એવા સમય માં અર્જુન રૂપી સ્થિતિ થઇ છે ત્યારે માત્ર ને માત્ર પુસ્તક રૂપી કૃષ્ણ જ સારથી બની ને વ્યસન રૂપી અધર્મ ને નાશ કરશે... એટલે સમય આવી ગયો છે જ્યાં ફાકીસ્તાન રૂપી આગ માં હોમાંતા આપણા યુવાનો ને બચાવીએ અને એને સાચી દિશા તરફ વાળી ને નવું જીવન આપીએ...