Gujarati Quote in Book-Review by Vedant Rcc Lebar Work

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિવાહ એસા ભી

ચિરાગ ગજજર
એક એવી પ્રેમ કથા કે તમને એમ થશે કે સાચે જ આવુ હોઇ ખરૂ? કોઇ પ્રેમના સંબંધોને આટલી ગમ્ભીરતાથી નિભાવી શકે? અને એ પણ આ સમય કે જેમા પૈસા અને ઇગો ખાતર સાત જન્મોના સંબંધ પણ ઠુકરાવી દે. અમદાવાદના ચિરાગ ગજ્જર નામના આ યુવાને સાબિત કરિ દિધુ કે સાત જન્મોના સંબંધ પણ હોય અને કોઇને સાચો પ્રેમ પણ થાય છે.

આમ તો આવુ દ્રશ્ય આપણે વિવાહ ફિલ્મમાં જોયુ હતુ કે અર્ધ બળેલ હાલતમાં પોતાની ફિયાન્સી હોય અને શાહિદ કપુર તેની સાથે લગ્ન કરે છે.એ તો રીલ લાઇફ હતી. ચિરાગ ગજ્જર રીયલ લાઇફનો હિરો છે. ચિરાગની સગાઇ હિરલ સાથે આજથી 2 મહિના પહેલા થઈ હતી. બન્નેને પોતે સાત જન્મોના બંધનમાં બંધાશે એવા વચનો પણ આપી ચુક્યા હશે. પોતાના સુખમય દામ્પ્ત્ય જીવનના સપનાઓ પણ જોતા હશે.

પણ દોસ્તો કુદરતને કઈક અલગ જ મંજુર હશે. હિરલ તેના પિતાના જ ઘરે કામ કરતી હતી ને વિજળીનો તાર તુટીને તેના ઘર પર પડ્યો.હિરલ આ કરંટથી ગમ્ભીરતાથી દાઝી ગઈ હતી. જેથી તેને સિવિલમાં સારવાર માટે લાવવામાં આવી. સારવાર દરમ્યાન ડોક્ટરે કહ્યુ તેનો જમણો હાથ અને બન્ને પગ ઢીંચણ સુધી કાપવા પડે એમ છે. હિરલ અને તેના પરિવાર માટે તો આભ તુટી પડ્યુ હતુ.
હજી 28 માર્ચે સગાઇ થઈ હતી અને કુદરતે કેવી થપાટ મારી? હિરલના માતા પિતાને એમ જ હતુ કે હવે પોતાની દિકરી સાથે સગાઈ થઈ છે તે ચિરાગ ને પણ છુટો કરી દેવો જરૂરી છે. તેને પણ હવે પોતાની જીંદગી જીવવાનો સંપુર્ણ અધિકાર છે. પરંતુ ચિરાગ જ્યારે હિરલને મળવા પહોચ્યો. તેને પણ ખુબ દુઃખ થયુ. પોતાના ઉજ્જળ દામ્પત્ય જીવનના સપના રાખ થતા પણ દેખાયા હશે.
હિરલના માતાપિતાને કિધુ અમે મનથી એકબીજાના થઈ ચુક્યા છીએ અને કોઇ પણ સંજોગોમાં હુ હિરલની સાથે જ છુ. હિરલનો સાથ હુ આજીવન નિભાવીશ. હુ જે પણ પરિસ્થિતિ છે એ સ્વીકારવા તૈયાર છુ.
જ્યારે ચિરાગના માતા પિતાને પણ આ વાતની ખબર પડી તો તેઓએ પણ પોતાના પુત્રના આ નિર્ણયનો સ્વીકાર કરીશે. બન્ને પરિવાર હિરલની ખડેપગે સેવા ચાકરી કરી રહ્યા છે.
ખરેખર જ્યારે સંબંધોની ગુણવત્તા ઓછી નથી થઇ એવુ સિધ્ધ કરવા માટે આ ઉદાહરણ પુરતુ છે. કળીયુગના આ પ્રેમની તાકાત ભલભલા સંબંધોને જુકાવી દે છે. એ સાબિત થયુ છે.
જો આવીજ રીતે આપના સમાજ માં લોકો વિચાર વા લગે તો દીકરી કોઈ ને બોજ નહીં લાગે ચિરાગ દ્વારા લેવાયેલો આ નિર્ણય ખરેખર ખુબજ પ્રેરણા દઈ છે આપના સમાજ માં નાની નેની બાબતો માં આજે સંબધો તૂટતા જાય સે જેના કારણે આજે લાખો કેસ કોર્ટ માં ચાલે છે જે સમાજ માટે એક કલંકિત બાબત કેવાય પરંતુ જો આ સમાજ ચિરાગ ની જેમ વિચારે તો આપણો સમાજ રામ રાજ બનતા વાર નાય લગે આજે લગ્ન જીવન 1 પ્રકાર ના બિઝનેસ જેવું થઈ ગયુ સે માત્ર લોકોને શરીર સુખ થીજ મતલબ સે કોઈ પ્રેમ ભાવ કે લાગણી જેવું નથી નેની નેની બાબતો માં છુટા છેડા થાય સે જે એક શરમ જનક બાબત સે પરંતુ તેના કારણે બંને કુટુંબ ને કેટલું સહન કરવું પડે સે તે બધું તો ઠીક પણ જે દીકરી પોતાનું સર્વસ્વ એક વ્યક્તિ ને સોંપી ધીધા પસી તેનાથી દૂર જવું એ તેના માટે કેટલું આઘાત જનક હો તે તો માત્ર તેનેજ ખબર પડે

Gujarati Book-Review by Vedant Rcc Lebar Work : 111195864
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now