Gujarati Quote in Blog by રામાશ્રય જ્યુબીલી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રભુ તારી કૃપા બનીને વરસાદ આવે.
રખે અવનીને અંબરનો પ્રતિસાદ આવે.

ઝંખી રહી વસુંધરા આજે મેઘજળને,
એને હરિયાળી વર્ષા પછીની યાદ આવે.

પોકારે મયૂરો કરીને નૃત્ય પર્જન્યદેવને,
ને વળી કૃષિકારોની કેવી ફરિયાદ આવે.

તરસ્યું ચાતક પરાકાષ્ઠાએ સ્વાતિ કાજે,
વરસો અનરાધાર મેહુલા એનો સાદ આવે.

સૂની જળરાશિ આભે મીટ માંડી બેઠી,
એને કલરવ ઝરણાં તણો નિનાદ આવે.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '

Gujarati Blog by રામાશ્રય જ્યુબીલી : 111194517
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now