મુલાકાત છે વર્ષો પછી ની
આંખો નો મિલાપ છે વર્ષો પછી નો. પરંતુ કંઈક ખૂટે છે..
સામ સામે બેઠા છીએ બંને છતાં વાત ની શરૂઆત ખૂટે છે.
જૂની વાતો યાદ કરી ને એ હસવાની રજૂઆત ખૂટે છે. હજુ પણ છે પ્રેમ એટલો પણ કેહવાની હિમ્મત ખૂટે છે.
હતા મળવાના હજાર બહાના પણ, આજે એક બહાનું પણ ખૂટે છે
વીતી ગયો સમય હવે તો સમય ની મર્યાદા ખૂટે છે.
તું ખુશ છે તારા પ્રેમી સાથે પણ, મને આજે પણ તારો સાથ ખૂટે છે.
ફરી ક્યારેય પણ આવજે પાછી મારાં દિલ માં હજુ તારી જગ્યા ખૂટે છે.