Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

.......( ભાગ - ૩).....

....# ઘટના - ૩...-->>

અમેરિકાની વિશ્વવિખ્યાત અભિનેત્રી એલિઝાબેથ ટેલરને પણ પોતાના સૂક્ષ્મ શરીરનો રોમાંચક અનુભવ થયો હતો. એલિઝાબેથના શરીર પર ગંભીર ઓપરેશન ચાલી રહ્યું હતું. તેને ઓપરેશન ટેબલ પર સૂવડાવી એનેસ્થેસિયા આપી મૂર્છિત કરવામાં આવી. ઓપરેશન લાંબો સમય ચાલ્યું હતું. ઓપરેશન બાદ ડૉકટરોના ધ્યાનમાં આવ્યું કે એલિઝાબેથના હૃદયના ધબકારા બહુ જ ઓછા થઇ ગયા હતા અને એની નાડી સાવ મંદ પડી ગઇ હતી. ડૉકટરોના અથાગ પ્રયાસ બાદ તેની સ્થિતિ પૂર્વવત્ થઇ શકી હતી. તે ભાનમાં આવી ત્યારે તેણે એક ચોંકાવનારું બયાન આપ્યું હતું. તેણે કહ્યું હતું- 'મેં તો મારુ ઓપરેશન મારી આંખે જ નિહાળ્યું છે.' ડૉકટરોએ કહ્યું- 'તું તો એ સમયે બેભાન હતી તો તને તે ક્યાંથી જોવા મળ્યું હોય.' એલિઝાબેથે કહ્યું- 'મારું શરીર ટેબલ પર સૂતેલું હતું અને તમે ઓપરેશન કરી રહ્યા હતા તે હું બીજા શરીરથી જોતી હતી. મારું તે શરીર હવામાં અધ્ધરપધ્ધર લટકતું હોય તેમ લાગતું હતું. મને શરીરનો કોઇ પણ ભાર અનુભવાતો નહોતો. જાણે મારું શરીર હળવા ફૂલ જેવી થઇ ગયું હોય એમ મને લાગતું હતું.' એલિઝાબેથની વાતની ખાતરી કરવા ડૉકટરોએ તે વખતે શું બન્યું હતું તે પૂછ્યું. એલિઝાબેથે તે બધી જ બાબત કહી બતાવી હતી. અમુક સાધન યોગ્ય જગ્યાએ ન હોવાને કારણે મુખ્ય સર્જન ગુસ્સે થઇ ગયા હતા અને કયા શબ્દો બોલ્યા હતા તે પણ તેણે કહી બતાવ્યું હતું!

.....(.....# સત્યઘટના - ૪....)

અમેરિકાના વુડલેન્ડના ડૉકટર જીયો બર્નહાર્ટે પોતાના સૂક્ષ્મ દેહ વડે અનુભૂતિનો પ્રસંગ પ્રસિદ્ધ પરામનોવિજ્ઞાાનના સામયિકમાં ટાંકતા લખ્યું હતું - ઈ.સ. ૧૯૭૧ની ઘટના છે. તે સમયે મારો પુત્ર વિયેતનામના યુદ્ધ મોરચા પર હતો. એક દિવસ હું બેઠો હતો અને મને એવો અનુભવ થયો કે મારો પુત્ર સંકટમાં છે અને મને બોલાવી રહ્યો છે. એ સાથે એવો આભાસ થયો કે મારું શરીર હવાથી પણ હલકું થઇ ગયું છે. અને હું વુડલેન્ડથી હજારો માઇલ દૂર કોઇ અજાણી જગ્યાએ પહોંચી ગયો છું જ્યાં મારો પુત્ર ફરજ બજાવી રહ્યો છે. ત્યાં જઇને મેં જોયું તો ચારે બાજુએ આગ લાગેલી છે. મારો પુત્ર જોન એક તંબુમાં ફસાયેલો છે. તેના પર એક વજનદાર લોખંડની ટ્રંક પડેલી છે. તેના નીચે દબાયેલો હોવાથી તે ઊભો થઇ શકતો નથી. એના પર પડેલી એ ટ્રંક ઉઠાવી લઇ જોનનો હાથ પકડી હું તેને તંબુની બહાર લઇ આવું છું. એ પછી હું પાછો મારા મૂળ શરીરમાં પાછો આવી જઉં છું. મેં મારી પત્નીને પણ મારા અનુભવની વાત કરી ત્યારે તેણે તે દિવાસ્વપ્ન હશે એમ કહી વાત હસી કાઢી હતી. પણ મારો પુત્ર યુદ્ધ મોરચેથી પાછો આવ્યો અને તેણે તે પ્રસંગની વાત જાતે જ કરી કે કેવી ચમત્કારિક રીતે કોઇકે આવી તેના શરીર પરની ટ્રંક હટાવી તેનો હાથ પકડી તેને તંબુની બહાર મૂકી દીધો હતો અને દેખાવમાં તે વ્યક્તિ તેના પિતા જેવી જ હતી ત્યારે બધાને બર્નહાર્ટની વાત પર વિશ્વાસ બેઠો હતો. સંકટના સમયે ક્યારેક ચેતના સ્થૂળ શરીર છોડી સૂક્ષ્મ શરીરથી તે સ્થળે તત્કાળ પહોંચી બીજું શરીર ધારણ કરી સંકટ દૂર કરી દે છે!
.....................#.......#........#........


આ છે સુક્ષ્મશરીર દ્વારા તિવ્ર ઇચ્છાશક્તિ વડે અનાયાસ જ ઘટીત થયેલી સત્યઘટનાઓ...

પણ યોગવિદ્ધા દ્વારા મનુષ્ય આ કાર્ય સંપૂર્ણ જાગૃત અવસ્થામાં સૂક્ષ્મ શરીરને આદેશ આપી સૃષ્ટીમાં ગમે ત્યાં ભ્રમણ કરાવી શકે છે...અથવા તો કાર્ય કરાવી શકે છે...

યાદ છે ને મિત્રો,"રામાપીરને બાર બીજના ધણી કેમ કહેવાય છે?"

અસ્તુ...

Gujarati Motivational by Kamlesh : 111193996
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now