Gujarati Quote in Motivational by Kamlesh

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(ભાગ -૨)

એટલે તેમણે ડૉકટરોને બહુ જ વિનંતી કરી કે તેમને મતદાન માટે સદનમાં લઇ જવામાં આવે પરંતુ રોગની ગંભીરતાને કારણે ડૉકટરો લાચાર હતા,અને તે તેમના જીવના જોખમે એવું કોઇ પગલું ભરવા તૈયાર ન હતા.
બીજી તરફ સદનમાં મતદાનના સમયે અનેક સભ્યોએ જોયું કે સર કોર્નરાશ એમની ખુરશી પર બેઠેલા છે,અને મતદાન કરી રહ્યા છે.કેટલાકે એમની ખબર અંતર પૂછી અને આવા કટોકટીભર્યા સમયે પક્ષના હિતમાં મત આપવા આવવા બદલ ધન્યવાદ પણ પાઠવ્યા.પાછળથી સર કોર્નરાશે જ્યારે મતદાનના દિવસે ત્યાં આવી ન શકવાની પોતાની અસમર્થતા બદલ માફી માંગી,ત્યારે બધાને આશ્ચર્ય થયું.તેમણે કોર્નરાશને કહ્યું કે તમે મતદાન કરવા આવ્યા તો હતા!બધાએ તમને જોયા હતા અને તમારી સાથે વાત પણ કરી હતી.તમારો મત તો પક્ષ માટે નિર્ણાયક બની રહ્યો હતો.જો કે કોર્નરાશના ડૉકટરોએ પણ તેમને જણાવ્યું કે સર કોર્નરાશ પથારીમાંથી ઊભા થયા જ નહોતા.એવી એમની સ્થિતિ જ નહોતી!ડૉકટરો તેમની સામે જ સારવાર અર્થે બેઠેલા હતા,એટલે કોઇ એમને સદનમાં લઇ ગયું હોય એવી શક્યતા જ નહોતી.ડૉ. થેલ્મા મોસ કહે છે કે,સર કોર્નરાશનું સ્થૂળ શરીર તો તેમની પથારી પર જ હતું પણ સૂક્ષ્મ શરીર મતદાનના સ્થળે પહોંચી ગયું હતું.સૂક્ષ્મ શરીર કે ચેતનાએ સ્થૂળ શરીર જેવું જ રુપ ધારણ કરી મતદાનનું મહત્વપૂર્ણ કાર્ય પૂરું કરી દીધું હતું!

......( ઘટના -૨ )......

ડૉ.થેલ્મા મોસે આવી જ અન્ય ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે...

બ્રિટિશ કોલંબિયા વિધાનસભાનું અધિવેશન ચાલી રહ્યું હતું,તે સમયે તેમના એક સભાસદ ચાર્લ્સ વુડ ખૂબ બીમાર હતા.તેમની તીવ્ર ઈચ્છા હતી કે તે અધિવેશનમાં હાજર પહે.પણ ડૉકટરોએ સ્પષ્ટ રીતે ના પાડી દીધી કે,તમારા માટે પથારીમાંથી ઊભા થવું પણ જોખમકારક છે.બીમારી જીવલેણ બની જાય એટલી હદે વધી ગઇ છે,એટલે કોઇપણ સંજોગોમાં તમને પથારીમાંથી ઊભા પણ થવા દેવાશે નહીં.ડૉકટર તથા નર્સની હાજરીમાં તે પથારીમાં સૂતેલા જ રહ્યા,અને સતત સારવાર અપાતી રહી.નિયત સમયે થોડા થોડા સમયના અંતરે દવાઓ અને ઈન્જેકશન પણ અપાતા.

બીજી તરફ અધિવેશન શરુ થયું.સદનના સભ્યોએ જોયું તો ચાર્લ્સ વુડ એમની ખુરશી પર બેઠેલા છે!તે ક્યારે સદનમાં આવ્યા અને ક્યારે ખુરશી પર બેઠા તેનું સૌને આશ્ચર્ય થતું હતું.આખું અધિવેશન ચાલ્યું ત્યાં સુધી તેમને બધા સભાસદોએ બેઠેલા જોયા.દિવસો પછી તેમની તબીયત સુધરતા જ્યારે વિધાનસભાના સભ્યોને મળવાનું થયું,ત્યારે તેમણે કાર્યક્રમમાં હાજર ન રહી શકવા બદલ દિલસોજી વ્યક્ત કરી ત્યારે રહસ્યોદ્ઘાટન થયું. લોકોએ ચાર્લ્સ વુડને કહ્યું- 'સર! તમે કેમ આમ કહી રહ્યા છો? વિધાનસભાના અધિવેશનમાં તમે હાજર તો હતા!બધાએ તમને બેઠેલા જોયા હતા.તમારી તબીયત ખરાબ હોવાના કારણે તમે ઓછું બોલતા હશો એવું અમને લાગ્યું હતું!'ચાર્લ્સ વુડ આ વાત માનવા તૈયાર નહોતા તેમણે કહ્યું- 'તમારી કોઇ ભૂલ થતી લાગે છે.હું તો એ દિવસે પથારીમાંથી ઊભો થયો જ નહોતો.વિધાનસભાના સભ્યોએ સામેથી કહ્યું - 'પરંતુ તમે વિધાનસભામાં હાજર હતા તે અમે બધાએ જોયું તે ખોટું?અરે! એ અધિવેશનનો અમારી પાસે ફોટો છે!એ ફોટામાં તમે તમારી ખુરશી પર બેઠેલા છો,તે સ્પષ્ટ દેખાય છે!તેમણે એ ફોટો ચાર્લ્સ વુડને બતાવ્યો.ચાર્લ્સ વુડે તે ધ્યાનથી જોયો તો ખરેખર તેમની ખુરશી પર તે પોતે બેઠેલા છે તે સ્પષ્ટ દેખાતું હતું!'

આ કિસ્સામાં પણ ચાર્લ્સ વુડની અધિવેશનમાં જવાની તીવ્ર ઈચ્છાને કારણે તેમની ચેતના સ્થૂળ શરીર છોડી સૂક્ષ્મ શરીર રૃપે તે સ્થળે પહોંચી ગઇ હતી અને સ્થૂળ શરીર જેવું જ રૃપ ધારણ કરી ત્યાં હાજરી આપી હતી. ચેતનાએ ધારણ કરેલું પહેલાના જેવું જ દેખાતું અન્ય શરીર કેમેરાની તસવીરમાં પણ અંકિત થઇ ગયું હતું.

Gujarati Motivational by Kamlesh : 111193992

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now