મહેનતથી હાથની રેખાઓ ઢંકાઈ છે,
પરિશ્રમથી કપાળની કરચલીઓ છુપાઈ છે.
મહેનત કરનારનું કિસ્મત બદલાય છે,
વાંચીને કાળુનું મન, મનમાં મુંજાય છે.
જરૂરથી કર્મ કર્યા હશે કાંઈ એવા,
મહેનત કર્યા છતાં નથી નસીબમાં મેવા.
નથી થાક્યો પૂરતા, રસ્તા પરના ખાડા,
સવાર સાંજ કરે, કાળું પરિશ્રમની માળા.
અંતે, પાવડો એક બાજુ મૂકી ખરી લુ માં
કાળુંએ આંખો ઢાળી, રોટલો મરચું મૂક્યું મો માં.
~ પરેશ પ્રજાપતિ