*વાત બહુ સરળ લખી છે પણ સમજતા વાર લાગશે*
*ગુજરાતી ભાષા સાહિત્યમાં રસ હોવો જોઈએ તો મજા આવશે...*
*૧.* *બે સજ્જનો મારામારી કરી રહ્યા હતા* *પૂછતાં માલુમ પડ્યું કે 'અહિંસા' વિશે ડિબેટ ચાલી રહી હતી*
- હિતેશ તરસરિયા
*૨.*
*ગરમીએ શેઠજીને દવા લેવડાવી,* *નોકર તો રોજ લીમડો વાટીને પીતો.*
– પરીક્ષિત જોશી
*૩.* *કેવો લાગુ છું?” શ્યામવર્ણ પતિએ પત્નીને પૂછ્યું.* *”કાળીના એક્કા જેવા.”*
– સંજય ગુંદલાવકર
*૪.* *મારી પાસે ઘર હતું,*
*આજે પૈસા છે...*
– નિમેષ પંચાલ
*૫.* *બપોરનો તડકો*
*જીવનમાં લાગેલી લાય કરતાય,* *આજ મીઠો લાગ્યો!*
– તૃપ્તિ ત્રિવેદી
*૬.* *એ ખુલ્લાં પગે માતાજીના મંદિરે દર્શન કરવા ગયો. માનતા માની. જો મારી પત્ની આ વખતે દીકરો જણસે તો,* *એ ૧૧ કુંવારીકાને જમાડશે.*
- દક્ષા દવે
*૭.* *વૃદ્ધાશ્રમમાં બે વેવાણ મળ્યા.* *આંખો જ બોલી છે વાંક કોનો!*
- દેવદત ઠાકર.
*૮.* *પત્ની પિયર ગઈ…*
*ટીફીનમાં મનપસંદ મળ્યું.*
– દિવ્યેશ સોડવડીયા
*૯.* *આ વધારાનાં વૃક્ષો કાપીને મેદાન સાફ કરો,*
*અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગોઠવવાનો છે...*
-હિતેશ તરસરિયા
*૧૦.* *"ગઈ-કાલે પેઇન્ટિંગ કોમ્પિટિશન હતી, વિજેતાઓને ઇનામ આપી દેવાયા છે, હવે આ કાગળ કંઈ કામના નથી, સળગાવી નાખ"*
*ક્લાર્ક દ્વિધામાં હતો, દરેક કાગળ પર બાળકોએ લખેલું હતું 'SAVE TREE*?
- હિતેશ તરસરિયા
*૧૧.* *વૃદ્ધાશ્રમમાં એક નવી સાડીને તરસતી માના દીકરાએ, યમુનાજીનો ચૂંદડી મનોરથ કરાવ્યો.* *પાછું ફેસબુક પર સ્ટેટ્સ મૂક્યું:* *"મા ના ખોળે !