મારી ગઝલોમાં તને એ રીતે મારા દિલબર લખીશ
તાજમહેલ સામે આવશે તો સંગે મરમર લખીશ
પલળી જવાઈ છે લાગણીઓથી તને યાદ કરીને
લે હવે ભર તડકે તારી યાદો ને હું ઝરમર લખીશ
સ્થાપી લઉં તમને દેવી રૂપે મારા દિલના મંદિરમાં
ત્યાં હવે મારા પ્રેમની ધજા કાયમ ફરફર લખીશ
હવે જો ન મળે મને તું ઓ મારી વસંત.. તો જોજે
પાનખર ના પર્ણની જેમ આંસુઓ ખરખર લખીશ