હૈયાને હચમચાવી ગયું આપનું કાજળ,
દલડાંને ડોલાવી ગયું આપનું કાજળ.
હતું સુમસામ આ અંતરનુ આંગણું,
દિલની દુનિયા વસાવી ગયું આપનું કાજળ.
આથમતી સંધ્યાએ રંગ પૂર્યા આકાશમાં,
નજરોને બહેકાવી ગયું આપનું કાજળ.
પૂછ્યું ધરાએ એકવાર આસમાન ને,
કોને આ નચાવી ગયું આપનું કાજળ.
જરુરત હતી એક અભિલાષા હતી,
તમન્નાઓ જગાવી ગયું આપનું કાજળ.
બારણાએ વાત કરી હતી ઉંબર ને,
ખીંટીને ટીગાવી ગયું આપનું કાજળ