Gujarati Quote in Poem by parag gandhi

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બીજું જોઈએ શું . . .*

*જીંદગી તને થેન્ક યુ . . .*

એક કપ કોફી , , ,
મૂશળધાર વરસાદ , , ,
અને
એક ગમતો મિત્ર . . .

*_બીજું જોઈએ શું . . .???_*

એક લોંગ ડ્રાઈવ , , ,
એક ગમતો રસ્તો , , ,
અને
એક ગમતું ગીત . . .

*_બીજું જોઈએ શું . . .???_*

કોઈ નિરાંતની સાંજે , , ,
એક ગમતા પુસ્તકના પાનાં ઉથલાવીને , , ,
દુનિયાને ભૂલી જઈ શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

એક મનગમતી સાંજે , , , આથમતા સૂરજની સામે ઉભા રહીને , , ,
મારી જાતમાં કશુંક ઉગાડી શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ. . . !!!_*

એક ગમતો સાથ , , ,
એક મનગમતો સ્વાદ , , ,
અને એક સ્વાદિષ્ટ પકવાન . . .

*_બીજું જોઈએ શું . . . ???_*

વર્ષોથી સાચવેલી શ્રદ્ધા , , , એક ગમતી પ્રાર્થના , , ,
અને
મંદિરમાં એક ભગવાન . . .

*_બીજું જોઈએ શું . . .???_*

ગમતા લોકોની હાજરીમાં , , , મારા જીવતા હોવાની ઉજવણી કરી શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

જેને પ્રેમ કરું છું , , ,
એ બધા લોકોને મન ભરીને ગળે મળી શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

એક ગમતું થિયેટર , , , હાથમાં પોપકોર્ન , , ,
અને
સામે ગમતો સુપર સ્ટાર . . .

*_બીજું જોઈએ શું . . . ???_*

કેટલાક ગમતા લોકો , , , હાથમાં મીઠાઈ , , ,
અને
હૈયામાં ગમતો તહેવાર . . .

*_બીજું જોઈએ શું . . . ???_*

તેં આપવા જેવું બધું જ આપ્યું છે , , ,
અને
તેમ છતાં ન માંગવા જેવું . . .
હું બધું જ તારી પાસે માંગતો આવ્યો છું . . .

મારા શર્ટમાં રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , ,
તો મેં અનેક વાર કરી છે તને , , ,
પણ
એ ખિસ્સાની પાછળ રહેલા ધબકારા માટે , , ,
ક્યારેય આભાર નથી માન્યો તારો . . .

દૂર સુધી દોડ્યા પછી , , , હાંફતા હાંફતા મારા જ હ્રદયના ધબકારા સાંભળી શકું તો . . .

*_જિંદગી તને થેન્ક યુ . . . !!!_*

Gujarati Poem by parag gandhi : 111193397
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now