Gujarati Quote in Funny by B Gov Of Guj

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ડિયર મોન્સૂન,

કેરળ-તમિલનાડુથી
ગુજરાત સુધી પહોંચતાં
આટલી બધી વાર?

_જલ્દી આય ભાઈ,_
_અહીંયા એસીનાં બિલો વધે છે._

_રસ્તાઓ ધોવાઈ જવા માટે_
_બેબાકળા બન્યા છે._
_કોન્ટ્રાક્ટરોનાં છોકરાં_
_નવી ગાડી માટે કજિયો કરે છે,_
_ને એના પપ્પાઓ_
_*એક વરસાદ પડી જવા દે*_
_એવા વાયદાઓ કરે છે..._

_ઘણા બધાને સ્વિમિંગ શીખવું છે,_
_રેઇનકોટ-છત્રીઓ_
_માર્કેટમાં ખડકાઈ ગયાં છે,_
_પણ તારા અભાવે_
_વકરો શરુ થવાને વાર છે._

_દાળવડાં-ભજિયાં વગર_
_લોકોની આંતરડી કકળે છે._

_ફેસબુક પર સેલ્ફીઓ પણ_
_સાવ નપાણિયા થઈ ગયા છે..._

_ટિટોડીનાં ઈંડાંમાંથી_
_બચ્ચા પણ આવી ગયાં
_'ને_
_સૂકવેલા ગોટલાના_
_મુખવાસ પણ બની ગયા..._

_તારા વગર_
'અમીછાંટણાં',
'ધડાકાભેર',
'મેઘસવારી',
'સર્વત્ર શ્રીકાર',
'નવી આવક',
'જળબંબાકાર',
'સાંબેલાધાર', '
ઓવરફ્લો',
'ખતરાના નિશાનથી ઉપર',
'ઉપરવાસમાં',
'નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ'
'ડિઝાસ્ટર મેનેજમેન્ટના દાવા પોકળ'
'પ્રિમોન્સૂન પ્લાન ધોવાયો',
'ઠેર ઠેર ભૂવા પડ્યા'
_જેવા શબ્દપ્રયોગો વિના_
_ગુજરાતી ભાષા_
_ઑક્સિજન લેવા માંડી છે._

_હજારો દેડકાઓ અને_
_કરોડો કવિઓ પણ_
_તારા વિના ટળવળે છે._

_તારા વિના_
_'પલળેલાં ભીનાં બદન'નાં લેખો_
_સૂકાભઠ ચિંતનાત્મક થઈ ગયાં છે..._

અમારી ભાષા મરી પરવારશે
એનું તને કંઈ ભાન છે?!

એટલે ભાઈ,
તને પણ
વિજય માલ્યાની જેમ
ભાગેડુ જાહેર કરાય
એ પહેલાં આવી જા...

*- લિ.ટુવાલથી પરસેવા લૂછતો એક કોરોધાકોર ગુજરાતી*??????

Gujarati Funny by B     Gov Of Guj : 111193074

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now