Gujarati Quote in Microfiction by Mahendra Sharma

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વેકેશન- માઇક્રોફિક્શન

સ્મૃતિનાં મમ્મી અચાનક રોઝીના ઘરે આવી ચડ્યા જ્યારે સ્મૃતિ અને રોઝી જોડે બેસીને વાતો કરી રહયા હતા. એમણે આવતાંની સાથેજ રોઝીના મમ્મીને કડક આવાજે કહ્યું, "મારી દીકરી કોઈની નૌકર નથી કે વારે ઘડીએ માર્કેટમાં જઈ કોકની માટે વસ્તુઓ લાવે અને કોકના ઘરે રસોડામાં કામ કરે. આ તો વેકેશન છે એટલે તમારા ઘરે આવતી, હવેથી સ્મૃતિ તમારા ઘરે નહીં આવે."

રોઝીના મમ્મીએ એમને પાણીનું ગ્લાસ આપતાં કહ્યું, દીકરીઓ મોટી થઈ રહી છે, એટલે મને થયું એમને થોડી જવાબદારી વાળા કામ કરાવીને જોઈએ અને આજે આપણી દીકરીઓએ સરસ મજાના ભાજીપાવ બનાવ્યા છે, ચલો તમે ચાખીને કહો કેવા બન્યા છે.
-મહેન્દ્ર 'પ્રેમી' 10 જૂન 2019

Gujarati Microfiction by Mahendra Sharma : 111193000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now