આ અધૂરો શબ્દ આજ મને આહત કરી ગયો,
આ મારા હૃદયને ના ગમતી એક વાત કરી ગયો.
છુપાવ્યું હતું મેં મારું ઘાયલ થયેલું દિલ લોકોથી,
અને એજ મારા ઘાયલ દિલને ચોરી ગયો.
સપના તો જોવાના છોડી દીધા હતાં મેં કયારના,
અને ફરી એ મને તેનાં સપના બતાવી ગયો.
આંખોથી તેને જોવાની શું મને ઈચ્છા થઈ ?
અને એ તો આંખોને જ રોગ લગાડી ગયો.
નથી કરવી મને એનાથી લાંબી લાંબી વાતો,
અને એ એની જ વાતોની આદત કરી ગયો.
લગન શું મને લગાડી એનાથી બેહદ 'મીત'
અને આજ મને જ એનાથી દૂર કરી ગયો.
આ અધૂરો શબ્દ આજ મને આહત કરી ગયો,
આ મારા હૃદયને ના ગમતી એક વાત કરી ગયો.
કલ્પેશ 'મીત'