* કંકર * વાર્તા.... 10-6-2019
લઘુકથા...
અંજલિની જિંદગી ઘઉંમાં પડેલા કંકર જેવી હતી. રોજ ઘરના મેણા ટોણા મારતા કે બે પથ્થરા ને જન્મ આપ્યો એક તો વારસ પેદા કરવો હતો. પતિ પણ સામેલ હતા. પિયરમાં કહ્યું તો કહે એ જ તારુ ઘર છે હવે જીવે તો ય ત્યાં ને મરે તોય ત્યાં જ. અહીં તારા પથ્થરાને લઈને ના આવતી. કંકર જેવુ બની ગયું જીવન ના માટીમાં મળી શકતી કે ના ઘઉંમાં રહી શકતી છતાંય સહન કરતી રહેતી. દેરાણી ને દીકરો હતો તો એના માન પાન હતા. બધાને ઘરમાં આંખમાં પડેલ કંકરની જેમ ખૂંચતી રહેતી. ફરી એકવાર અંજલિ બે જીવ સોતી થઈ તો ઘરમાં એક જ વાત કરે કે જો દિકરો જ આવવો જોઈએ. ફરી ત્રીજી દિકરી જન્મતાં અંજલિ ને દિકરીઓ સહિત ઘઉંમાં થી કંકર ફેકે એમ ધક્કા મારી રોડ પર ફેંકી દીધી...
ભાવના ભટ્ટ અમદાવાદ..