Gujarati Quote in Jokes by Amita Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

નવા_દુઃખો૯#સીઝન૨

હાશ.. દુઃખો નું પોટલું વાઘ સાથે જંગલ માં મોકલાઈ દીધું છે. હવે હું ધીમે ધીમે કદાચ સુખી થઈશ. પણ રિસેપ્શન માં જતાં જતાં એક મીઠી નજર થી છેલ્લે એક વાર વાઘ ને જોઈ તો લઉં.

પાછું વાળી ને જોયું , તો અે મોં વકાસીને ને ત્યાં જ ઊભો છે. હે ભગવાન , શું થયું તને પાછું ? તો કહે રસ્તો ક્રોસ કરવા જતો હતો ને બિલાડી આડી ઉતરી. એટલે ઊભો છું. ( ફરી થી હે ભગવાન !) આનું શું કરવું ? હું વિચારું અે પહેલા કહે કે મને તમારી જોડે લઈ જાવ. મેં કોઈ લગ્ન કે reception જોયા નથી.

હવે એને લઈ ને ત્યાં પહોંચી છું. ત્યાં લાંબી લચક લાઈન જોઈને અે ગભરાયો છે. આ શેની લાઈન ? મેં કહ્યું કે ભેટ ચાંદલો કરવાની .તો કહે ના, હું બસ ની લઈને માં સખત ત્રાસી ગયેલો. અહીં નહીં જ ઉભો રહું. ભૂખ લાગી છે, પહેલાં જમી લઈએ.

જાત જાત ના લાઈવ કાઉન્ટર જોઈ એને હવે માનવ જાત ની ઈર્ષ્યા થવા લાગી છે. તમારે આ બધું તૈયાર ભાણું.. અમારે મહેનત થી જ મળે. પીઝા, પાસ્તા જોઈ ને અે ગેલ માં આવ્યો છે. ને જેવું મંચુરિયન ખાધું કે એણે બૂમ બરાડા પાડવા માંડ્યા. વોય મા.. તીખું લાગ્યું..તો ભાઈ શું જોઈ ને મોટા ઉપાડે તું ખાવા લાઈગો ? કોઈ દાડો તે કોઈ જનાવર નાં શિકાર કરી ને મરચું નાખી ને ખાધું શ .. તે અહીં મંડિયો ? આને હવે એસિડિટી થશે તો મારું નામ આવશે.

એટલે એને બીજા કાઉન્ટર પર થી મસ્ત ઠંડા રસ પૂરી જમાડ્યા.. અે ખાઈ ને ખુશ ખુશાલ થઈ એને બહાર જવું છે. મેં કહ્યું ચાંદલો તો આપ .. એણે શ્રીંગાર બિન્દી નું પેકેટ પકડાવ્યું ને ચાલતી પકડી છે.

હશે, છો ગયો.! દુઃખ ખાલી અે વાત નું કે આટઆટલા ફોટોગ્રાફર હતા પણ એકેય ફોટો કોઈ અે ના પાડ્યો , એ તો ઠીક ..પણ એકાદ સેલ્ફી પણ લેવાની યાદ ના આવી !

Gujarati Jokes by Amita Patel : 111192565
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now