Gujarati Quote in Microfiction by Sachin Soni

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજ વહેલી સવારે જાગી અને સવારથી રસોઈ ઘરમાં વ્યસ્ત આભા પંદર વ્યક્તિની રસોઈ બનાવી ઘડિયાળમાં સમય જોયો બાર વાગી ગયા હતા અને આભા એ નિરાંતનો શ્વાસ લીધો,
થોડીવારમાં તો આભા એ નોતરેલી ગોરણીયો જમવા આવી ગઈ,ગોરણીયો ને જમાડી કરીને ફ્રી થઈ પછી ઘરના સભ્યોને જમાડવા બેસાડ્યા,
સાસુ,દિયર અને સસરાને ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસી આભા રસોડામાં ગરમ રોટલી ઉતારતી હતી,
આભાના દિયરે કહ્યું ભાભી રોટલીની કોર જાડી થાય છે,
ખીરમાં સાકર ઓછી છે,
એ સમયે આભા મનોમન એટલી ગુસ્સે થઈ કે વેલણનો છૂટો ઘા કરું,પણ રવિવારનો નકોરડો ઉપવાસ હોવાથી બસ મૌન રહી,પણ
ગુસ્સો ઉતર્યો નહીં આભા એ એનો રોશ વ્યક્ત કરવા વોટ્સએપ પર સ્ટેટ્સ મુક્યું,
*ઉનાળાની બેતાલીસ ડિગ્રીમાં નકોરડા પેટે બનાવેલી રસોઈનો કોઈ વાંક કાઢે ત્યારે રસોઈની તમામ જવાબદારી એક દિવસ માટે એ વ્યક્તિના હાથમાં સોંપી એને આ જવાબદારીનું ભાન કરાવવું જોઈએ..*

-સચિન સોની

Gujarati Microfiction by Sachin Soni : 111192374

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now