Gujarati Quote in Microfiction by Ashq Reshammiya

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આશરે બારેક વરસ પહેલાની ખટમીઠી ઘટના છે. હું વહેલી સવારે અમદાવાદથી બરોડા જઈ રહ્યો હતો. ટ્રેનની સુપર સફર હતી. મારી નજરો બારીની બહાર છુટ્ટી રમતી હતી. ને અચાનક સામેની સીટ પર મારી નજર બેઠી. ને હું પાગલ!! એક ફેમીલી હતું, એમાં એક છોકરી હતી. છોકરીના નશીલા નયનોએ મારા પર કામણ કર્યું. એની કાજલ મઢેલી આંખોએ મારા અસ્તિત્વ પર ઘેરો ઘાલ્યો! મને કાજલમઢેલી આંખોનું આજેય ગજબનું આકર્ષણ છે!
હું એકટસ બનીને એ આંખોની કાજલીયતને પીવામાં મશગૂલ બન્યો. હજી ઉરમાં એ આંખોની ખૂબસૂરતીના નશા સિવાય બીજા ભાવોએ દેખા નહોતી દીધી. ને એ જ ઘડીએ પેલી છોકરીએ આંખ પટપટાવી, અધર દબાવીને મીઠું સ્મિત વેર્યું ને હું પ્રણયાતુર થયો! નજરોનું મળવું ને અધરોનું મુસ્કરાવું એ પ્રસંગમાં વડોદરું ઝટ આવી પહોચ્યું. મારે ઊતરવું નહોતું પણ પરાણે ઊતર્યો. એ છોકરી અને એનો પરિવાર ક્યાનો હતો ને ક્યાં જઈ રહ્યાં હતાં એની મને જાણ નહોતી. ટ્રેનમાંથી ઊતરીને પણ હું એની કામણગારી આંખોના નશામાં ચકચૂર હતો. મે ખીસા ફંફોસ્યા, મને ખબર જ હતી કે અંદર સો રૂપિયા જ છે તેમ છતાં પણ! જેનાથી મારે જે કામ હતું એ પતાવીને અમદાવાદ પરત જઈ શકાય.
એવામાં કુદરતનું કરવું ને એ છોકરીને કંઈક સૂઝ્યું. પ્રેમાતુર નજરે ને હૈયે એ હેઠી ઊતરી. પરિવાર જોડે કંઈક ગૂપચૂપ કરીને જ! એ ઊતરી એવે જ ટાણે ટ્રેનના પૈડાને પગ આવ્યા! એ સાથે જ એકસાથે બે ઘટના ઘટી: મારા હાથમાં રહેલી ચિઠ્ઠી ઉઠાવીને એ પોતાના હાથમાં રાખેલી ચિઠ્ઠી મારા ગજવામાં સરકાવીને તીતલીની માફક દોડતી ટ્રેનમાં ચડી ગઈ.
ટ્રેન દેખાતી બંધ થઈ એટલે મારી આંખો બંધ થઈ પડી. એવામાં સફાળે મે ખીસામાં મૂકેલી ચિઠ્ઠી ખોલી. એમાં લખ્યું હતું:
मै कमली!
आई लाईक और लव यु!
मो. नं. નવ આંકડાનો મોબાઈલ નંબર હતો.
पता: ખાલી હતું!
ઊતાવળમાં સરનામું લખવાનો શાયદ એને સમય નહી રહ્યો હોય!
એ નવ આંકડાની આગળપાછળ, ઉપરનીચે, આડાઅવળા એક આંકડો અનેક વખત વળગાડીને મે સેંકડો ફોન લગાવ્યા. કિન્તું કમલીને વાત કરવામાં આજ સુધી હું સદંતર નિષ્ફળ રહ્યો!
અને મારા હાથમાંથી કમલીએ સરકાવેલી ચિઠ્ઠીમાં મારો ફોન નંબર હતો પરંતું કિસ્મતની કઠણાઈ જુઓ આજ સુધી મને એ છોકરીનો ફોન ન આવ્યો!!!

આજેય એ કમલીની કાજલભરેલી પાંપણો મારી આંખોમાં રમ્યા કરે છે.

@અ.રે.

Gujarati Microfiction by Ashq Reshammiya : 111192349
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now