Gujarati Quote in Story by Solanki Pravin

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*લેખક*
*ડૉ. આઈ કે વીજળીવાળા*

જાપાનની એક સત્યઘટના જે બહુ મોટો પાઠ ભણાવી જાય છે...........

. એક જાપાનીઝ ભાઈએ એક વર્ષ પહેલાં ખરીદેલા એના રહેઠાણના ઘરના એક ભાગમાં જાતે જ થોડા ફેરફાર કરવા માટે એક દીવાલ તોડવાનું ચાલુ કર્યું. એ એક જાણીતી વાત છે કે જાપાનમાં વારંવાર થતા ધરતીકંપને લીધે મકાનોની લાકડાની બે દીવાલો વચ્ચે થોડી જગા રાખવામાં આવતી હોય છે . આ જાપાનીઝ જ્યારે લાકડાની આ દીવાલ તોડવાનું કામ કરતા હતા ત્યારે દીવાલના અંદરના ભાગમાં એમણે એક મોટી ગરોળી (Lizard ) ને ફસાએલી જોઈ.એક વર્ષ પહેલાં એમનું આ ઘર જ્યારે બનતું હશે ત્યારે બહારથી દીવાલોમાં જે ખીલીઓ મારવામાં આવી હશે એમાંની એક ખીલી દીવાલની અંદરના ભાગે અકસ્માતે આ ગરોળીના એક પગની મધ્યમાં લાગી ગઈ હશે .આને લીધે એ ત્યાંથી જરા પણ ચાલી કે ખસી શકે એમ ન હતી .એ ગરોળી એક વર્ષ પછી પણ હજુ જીવિત હતી . આ ભાઈએ જ્યારે આ દ્રશ્ય જોયું ત્યારે પહેલાં તો એને આ નાના પ્રાણી ઉપર દયા આવી . એની સાથે એને મનમાં એક આશ્ચર્ય પણ થયું કે એક વર્ષ પહેલાં જ્યારે આ ઘર બાંધવામાં આવેલું એ વખતે આ ખીલી મારવામાં આવેલી તો આ ગરોળી એક વર્ષ સુધી બે દીવાલો વચ્ચે ખોરાક વિના જીવી કેવી રીતે ! એના માટે આ એક કોયડો બની ગયો કે આ ગરોળીના પગમાં ખીલીને લીધે એ જરા પણ ટ્સ કે મસ્ ન થઇ શકે એવી સ્થિતમાં એ જીવી કેવી રીતે ? આ જાપાનીઝ ભાઈએ દીવાલ તોડવાનું કામ થંભાવી દીધું. ત્યારબાદ એ આ ગરોળીનું નિરીક્ષણ કરવા લાગ્યો કે એ શું ખાય છે અને ખોરાક ક્યાંથી મેળવે છે . એ જ્યારે આ નિરીક્ષણ કરી રહ્યો હતો ત્યાં એણે જે જોયું એથી એના આશ્ચર્યનો પાર ન રહ્યો .એણે જોયું કે કોણ જાણે ક્યાંથી એક બીજી ગરોળી એના મોંઢામાં ખોરાક લઈને આ ફસાયેલી ગરોળીની નજીક આવી રહી હતી .એ ગરોળી એના આ દુખી પ્રિય પાત્રના મુખમાં ખોરાક મુકીને ત્યાંથી સરકી ગઈ .જાપાનીઝ્ને તુર્ત જ સમજાઈ ગયું કે ખીલીમાં ફસાઈ ગયેલી ગરોળીને એક બીજી

ગરોળી ખોરાક લાવી એને ખવડાવીને એક વર્ષથી જીવાડી રહી હતી . એક મૂઢ પ્રાણીએ એના પ્રિય પાર્ટનરના જીવન માટેની આશા જીવંત રાખી હતી .મુશ્કેલીમાં પણ એનો ત્યાગ કર્યો ન હતો . આ એક નાનો અમથો અબુધ જીવ મનુષ્ય જાત માટે કેવો મહાન સંદેશ આપી જાય છે ! ભગવાને દરેક જીવમાં પ્રેમ અને ત્યાગની લાગણી મૂકી હોય છે એનો આ બે ગરોળીઓની સાચી પ્રેમકથા એક પુરાવો છે .જીવ જીવમાં શિવ હોય હોય છે એ દરેકે સમજવું જોઈએ.આપણે સૌ બુદ્ધિશાળી કહેવાતા માનવો આ નાના મૂઢ અને અબુધ પ્રાણીઓ જેવો પ્રેમ અને અરસપર મદદની ભાવના બતાવી જાણીએ તો કેવું સારું.

લેખક. ડો. આઈ કે વિજળી વાળા

Gujarati Story by Solanki Pravin : 111192147
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now