Gujarati Quote in Poem by અમિ- હેતલ પટેલ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"એવું કેમ?"

હું અનરાધાર વરસતી રહું ને,
તું એક બુંદ પણ ન ભીંજાય,
એવું કેમ?

હું પ્રજ્વલિ ને આખું આકાશ અજવાળું ને,
તું દિવા તળે જ છુપાઈ જાય,
એવું કેમ?

હું પૂરેપૂરી બરબાદ થવા તૈયાર ને,
તું વ્હાલ નાં બે આંસુ પણ ન લૂંટાવે,
એવું કેમ?

હું ઉઘાડી દ્વાર બેઠી ફક્ત તારી રાહ માં ને,
તું એક કદમ પણ આગળ ન વધારે,
એવું કેમ?

હું ક્યાં માંગુ છું સાત જન્મો નો સાથ,
તું હૃદય માં એક ક્ષણ પણ ન ઠેહરવા દે,
એવું કેમ?

વહે છે તારામાં પણ મારી લાગણીઓ નું પુર,
તું રોકવા એને મજબૂરી નો બંધ બાંધી દે,
એવું કેમ?

--"અમિ" હેતલ પટેલ

Gujarati Poem by અમિ- હેતલ પટેલ : 111192050

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now