Gujarati Quote in Good Evening by Vijay Prajapati

Good Evening quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વસમી પડે માં તારા વગર એક પળ,
કાખમાં બેસાડીને તુ દૌડતી આમતેમ,
કરજોડી કહે આ હૃદય, મા તુ સાથ કેમ નહી?

મૂલ્યનો હકદાર છુ જ નહી આ જો સંસાર ,
જેમ તુટે જોબનની તુટે કમર એવો આ સંસાર,
ક્ષમા કહુ બે હાથે, કે મા તુ સાથ કેમ નહી?

મુશ્કેલીના ઘડા ભરાણા આંસુડા એ દમ તોડ્યા,
વિરહના ખારા છાંટણા વહેડાવ્યા સૂના ગાલે ,
થાકીને પુછ્યુ કે, મા તુ સાથ કેમ નહી?

પાલવ પછેડી રાખતી કેવળ પડતી લાળ લૂછવા,
વમળ પાણીના ઓસરી ગયા જ્યારથી સુનું સુનું,
કરજોડી કર્મે હાથ જોડી પુછ્યુ, મા તુ કેમ સાથ નહી?

સન્નાટો છવાણો સુગંધીદાર ખિલખિલાટ બચપણમા,
ગહેરાઈ ઘણી ઉંડી જતી રહી જેટલુ સમુંદરનુ પાણી,
કેવી રીતે હલેસા લગાવુ હવે, મા તુ કેમ સાથ નહી?

'વિજ' જેમ ચમકી જવુ પડે વારંવાર યાદ ઝબૂકે ત્યારે,
વાદળ યાદોના અશ્રુ બની ખળખળ્યા કરે આંખડીએ,
પ્રતીક્ષા કરુ હુ બધે ગુંજ છે તારી,
મા તુ કેમ સાથ નહી .....

#વિજુ____vp

Gujarati Good Evening by Vijay Prajapati : 111192010

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now