માનવી જિંદગીમાં છે એક પ્રવાસી.
ક્યારેક રાજી તો કદી થાય છે હાંસી.
રોજબરોજ નિતનવા ઓરતા કરે,
છે એ જીવનનો અઠંગ અભ્યાસી.
મુકામને મંઝિલ માની બેઠો મૂરખ,
ત્યજી માબાપને જાય છે એ કાશી.
સુખદુઃખમાં શાનભાન ગુમાવનારો,
માનવતા બની ગૈ છે એને તો વાસી.
ભૂલી ગયો છે ભગવાનને મૃત્યુને,
મૂઆ પછી બની જતો ઉપહાસી.
આશાના નિતનવા ચણતો મિનારા,
સપનાઓ જુએ છે એ તો આકાશી.
મથતો એનું અહમ્ પોષવા નિરંતર ,
એના વર્તનથી જાય સૌકોઈ ત્રાસી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '