જીંદગી પરસેવા થી માંઝી છે ભાઈ ...
એટલે તો આટલી ચમકી છે ભાઈ .
કાલ રાતે એકલો જાગ્યો નથી હું ...
મીણબત્તી રાતભર સળગી છે ભાઈ .
કેમ માનું કે વસંત આવી ગઈ છે ...
ક્યાં નવી કૂપણ ફૂટી છે ભાઈ .
બે પવાલા કાલ પણ ઓછા પડ્યા તા ...
ને વેંત ચાદર આજ પણ ખૂટી છે ભાઈ .
ને આપડે દોડ્યા બધે લઇ ને સફરજન ...
આપડી ખબર કોણે પૂછી છે ભાઈ .
હુ ખલીલ ૮૦ વર્ષે પણ છું અડ઼િકમ ...
ને બિડિયો ૬૫ વર્ષે ફૂંકી છે ભાઈ .
# ખલીલ ધનતેજવિ